તા. 30/03/2023ને ગુરુવાર રામનવમીના પવિત્રદિને લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ - ધોરાજી દ્વ્રારા સંસ્થા પરિસરમાં સવારે 9:00 કલાકે મંડળના પ્રમુખશ્રી કિશોરભાઇ પટેલની અધ્યક્ષતામાં તેમજ ટ્રસ્ટીગણ, જીમીભાઈ પટેલ, કિશોરભાઇ માવણી, અમિતભાઈ રાખોલીયા, અશોકભાઇ બાલધા અને મુખ્ય મહેમાનશ્રી ધીરુભાઈ નાથાલાલ બાલધા પરિવારસહ તેમજ મંડળની શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રીઑ, શિક્ષક ગણ,વાલી ગણ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમ ઉજવાઈ ગયો.
સૌ પ્રથમ આમંત્રિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કેમ્પસ ડાયરેકટર શ્રી બી. આર. સતાણીએ કર્યું હતું. બાદમાં પુષ્પહારથી મહેમાનો તથા ટ્રસ્ટી ગણનું શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ થયો હતો. સંસ્થામાં દાનઆપનાર ધીરુભાઈ બાલધા દ્વારા પટેલ વિદ્યાર્થી ભુવનનું નામકરણ ડિજિટલ રીતે કર્યું હતું. વચ્ચે-વચ્ચે વિદ્યાર્થીનીઓ દ્વારા ડાન્સ ગીત,રાસ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયા હતાં.
બાદમાં મંડળમાં પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલના વરદ હસ્તે લેઉઆ પટેલ કેણવણી મંડળની ડિજિટલ વેબસાઇટનું રીમોટથી લોંચિંગ કરવામાં આવ્યું હતું.
ધો. 12ની વિદ્યાર્થિની કોટડીયા ગુંજ અને મીરલ દોંગા દ્વારા પોતાના સ્વાનુભવ રજૂ કરાયા હતાં. તેમજ વાલીગણમાંથી પણ વાલીઓએ સ્વાનુભવ રજૂ કર્યા હતાં.
ધો. 10 અને 12ની વિદ્યાર્થિનીઓ ઘર પરિવાર જેવા માહોલમાંથી ભારે હૈયે રડતાં-રડતાં સંસ્થામાંથી વિદાઈ લીધી હતી. તેમની ભાવુક લાગણી દ્વારા સંસ્થા છોડવાનું દુઃખ વ્યક્ત થતું હતું.
મંડળમાં દિનરાત કામ કરનાર સેવાભાવી કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વી.કે.સિહોરા સાહેબે કર્યું હતું અને આભાર દર્શન ટ્રસ્ટી શ્રી અશોકભાઇ બાલધાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ અવિસ્મરણીય સંભારણું બની રહ્યો હતો.