તેજા ભગતની જગ્યામાં બોર્ડીગના ઉદ્ઘાટનની સામુહિક તસ્વીર તારીખ
અતિતનું એક ૧પ-૬-૧૯૪૬
ઐતિહાસીક સંભારણું
સંસ્થાની તવારીખોનું વિહંગાવલોકન
૦ ધોરાજી ખાતે શ્રી તેજભગતની જગ્યામાં શ્રી લેઉઆ પટેલ બોર્ડની તા. ૧૫-જુન
૧૯૪૬ના રોજ શરૂઆત
૦ સંસ્થાને સ્વનિર્ભરતા તરફ દોરી જવા માટે “પટેલ રંગ મંડપ” ના નામથી તા. ૧૦-જુન
૧૯૪૮નાં રોજ થીએટર બાંધી ભાડે આપ્યું.
૦ શહેરની મધ્યમાં પોલીસલેનની બાજુમાં ટ્રસ્ટ માટે ૧ર વીધાનું ખેતર લીધું. તેનો
અડધોભાગ એસ.ટી.ને બસ સ્ટેશન બનાવવા માટે ભાડે આપ્યો
. ૦ બાકીના અડધા ભાગમાં બોર્ડીંગ માટે નવું બીલ્ડીંગ બનાવી તા. ૭-જુન-૧૯૯ર માં ત્યાં
બોર્ડીગની શરૂઆત કરી.
૦ શહેરની હાઈસ્કૂલમાં, બોર્ડીગના વિધાર્થીઓના પ્રવેશની મુશ્કેલીઓ વધવાથી તા. ૧૫
જુન-૧૯૬૫નાં રોજ હાઈસ્કૂલ નું બીલ્ડીંગ બાંધી સંસ્થાના સંકુલમાંજ સ્કુલની શરૂઆત કરી.
૦ સને ૧૯૭૪માં ગામડાઓની કન્યાઓ માટે કન્યા છાત્રાલયની તથા કન્યા હાઈસ્કૂલનાં
બીલ્ડીંગો બાંધી શરૂઆત કરવામા આવી
૦ બસ સ્ટેશનને ભાડે આપેલ જગ્યા ખાલી થતા એ જગ્યાએ જ્ઞાતિના લગ્ન પ્રસંગો ઉજવવા માટે અધતન વાડીનું તા. ૩-જુન-૧૯૯૦નાં રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
૦ તા. ર૧-જુન-૧૯૯૪ થી શ્રી લેઉઆ પટેલ મહિલા આર્ટસ કોલેજની શરૂઆત કરવામા આવી
૦ કે.જી.થી ૭ ધોરણ સુધીની પ્રાથમિક શાળાની શરૂઆત જુન-૧૯૯૩ કરવામા આવી.
૦ રાજકોટ ખાતે કાલાવડ રોડ ઉપર ૮૨ સીટની અધતન શ્રી લેઉઆ પટેલ ગર્લ્સ સાયન્સ
હોસ્ટેલની તા. ર૭-જુન-૨૦૦૬થી શરૂઆત કરવામા આવી
૦ ખરાવાડ પ્લોટ સ્થિત “પટેલ રંગ મંડપ” નામથી અંદરની જીયાએ લગ્ન પ્રસંગો માટે બીજી અધતન વાડીનું નિર્માણ કાર્ય નવેમ્બર-ર૦૦૭ના રોજથી શરૂ કરેલ છે.